"वसुधैव कुटुम्बकम्"

वसुधैव कुटुम्बकम् यत्रैक भवति विश्व नीडम्। પંખીના માળા-ઘોંસલા જેવું આ વિશ્વ કોટિ-કોટિ બ્રાહ્માંડોના પરિમાણમાં તો બિંદુ છે, એ મારું કુટુંબ.

ઉદ્ભવ

અમારી પચાસ વર્ષની યાત્રા

આમ તો સમય એ એક કાલાતીત પરિણામ છે. પણ મનુષ્યની નાનકડી જિંદગી માટે પચાસ વર્ષ એટલે અડધી સદી, એ ખાસ્સો મોટો સમયગાળો છે.

આ ગાળાનાં સ્વાભાવિક રીતે અત્યારે અમારાં ચક્ષુ સમક્ષ અનેક-અનેક સંસ્મરણો તાદૃશ્ય થાય છે.

સૌથી પહેલું સ્મરણ થાય છે. પરમ કૃપાળુ પરમાત્માનું. એમના અનુગ્રહ વિના આ જંગલમાં મંગલ ન થાત. અરે, એક નહિ બબ્બે ભેંકાર વગડા અનેરા અને વૃંદાવન શિક્ષણ સંકુલરૂપે સાકાર બન્યા એ એની કૃપા.

વિશ્વમંગલમ્

વિશ્વમંગલમ્ 

વિશ્વમંગલમ્ શબ્દ ઘણો ઊંચો છે. સમસ્ત વિશ્વનું-ન કેવળ મનુષ્યનું-ચરાચર સૃષ્ટિનું-મંગલ થાય એવી ભાવના સેવીને વિશ્વમંગલમ્ કામ કરે છે.

આ માટે ગાંધીજીએ શબ્દ આપ્યો છે – સર્વોદય અને તેની કાર્યપદ્ધતિ છે – અંત્યોદય

સમાજમાં જે પાછળ રહી ગયા છે તેમને સૌની હરોળમાં લાવવા છે.

આ માટે અમે શિક્ષણ મારફતે સમાજપરિવર્તનની પ્રક્રિયા સ્વીકારી છે.

છેલ્લાં 50 વર્ષની વિશ્વમંગલમ્ જે અલ્પ-સ્વલ્પ કામ કરી રહ્યું છે અને ભવિષ્યમાં એ જે કરવા માગે છે તેની આ ઝાંખી છે.

પ્રવૃત્તિ પરિચય

પ્રવૃત્તિ પરિચય

  1. આશ્રમશાળા-ધોરણ 1 થી 7-વૃંદાવન
  2. સ્ત્રી અધ્યાપન મંદિર–અનેરા-પી.ટી.સી. કોલેજ
  3. વિનય મંદિર–અનેરા-ધોરણ 8 થી 12
  4. વિનય મંદિર–વૃંદાવન-ધોરણ 8 થી 12
  5. ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય- ધોરણ 8 થી 1૦–અનેરા
  6. છાત્રાલયો-6, કન્યા વિદ્યાલય–અનેરા-3, કુમાર છાત્રાલય–વૃંદાવન–3
  7. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી-ન્યુ દિલ્હી-સ્ટડી સેન્ટર–અનેરા
  8. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-અમદાવાદ–સ્ટડી સેન્ટર–અનેરા
  9. સમાજા કલ્યાણ યોજના-અનેરા, બાલમંદિર–15, મહિલા મંડળ–15
  10. કમ્પ્યૂટર ટ્રેનિંગ સેન્ટર–અનેરા
  11. વર્મીકલ્ચર ટ્રેનિંગ સેન્ટર–વૃંદાવન
  12. સજીવ ખેતી-વૃંદાવન ફાર્મ
  13. ખાદી ભંડાર વસ્તુ ભંડાર–અનેરા-વૃંદાવન
  14. સર્વોદય યોજના-અનેરા
  15. બેકરી વિભાગ
  16. ગૌશાળા-વૃંદાવન
  17. વૃક્ષ ઉછેર
  18. લોકશિક્ષણ